નવી દિલ્હી: લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને (General Mukund Naravane)  આજથી આર્મી ચીફ (Army Chief) નો પદભાર સંભાળવા જઈ રહ્યાં છે. જનરલ બિપિન રાવત (Bipin Rawat) નો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થવા જઈ રહ્યો છે. જનરલ રાવતને દેશના પહેલા CDS બનાવવામાં આવ્યાં છે. હવે ભારતીય સેનાના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ નરવાને રહેશે. આબાજુ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air chief Marshal rks bhadauria)  છે અને નેવી અધ્યક્ષ કરમબીર સિંહ ( Admiral karambir singh)  છે. આ ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે બે સમાનતા છે. જે ઈન્ટરનેટ પર ખુબ શેર થઈ રહી છે. ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે પહેલી કોમન કડી છે તેમના પિતા અને ઈન્ડિયન એર ફોર્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત


આ ત્રણેય સેના પ્રમુખોના પિતાઓએ અલગ અલગ પદ પર રહીને ઈન્ડિયન એરફોર્સમાં સેવા આપી છે. નરવાનેના પિતા અને એડમિરલ સિંહના પિતા તો સારા મિત્રો પણ હતાં. આ બાજુ એર ચીફ માર્શનલ ભદૌરિયાના પિતા આઈએએફના એક રિટાયર્ડ ઓનનરી ફ્લાઈંગ ઓફિસર છે. 


દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવત, જાણો કેટલું શક્તિશાળી છે આ CDS પદ 


બીજી રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય નેશનલ ડિફેન્સ એકેડેમીના 1976 બેન્ચના કેડેટ છે. એટલેકે ત્રણેય 56માં એનડીએ કોર્સનો ભાગ હતાં. પુણે સ્થિત એનડીએમાં 3 વર્ષ તેમણે એકસાથે પરસેવો વહાવ્યો. ત્યારબાદ ત્રણેય પોત પોતની સર્વિસ એકેડેમીમાં જતા રહ્યાં. પરંતુ ડિફેન્સની શરૂઆત તેમણે એક જ વર્ષમાં એક જ કોર્સ જોઈન કરીને સાથે કરી. એવું ભાગ્યે જોવા મળે છે કે જ્યારે એનડીએ બેચમેટ્સ જ દેશની ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હોય. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....